
ઉદ્યોગનું આધુનિકીકરણ એજ જીવનમંત્રસફળતાની સીડી : અનુભવની
એરણે ઘડાઈને બનેલા સફળ ઉદ્યોગપતિ શ્રી વલ્લભભાઈ સવાણીનો જન્મ ૧૯૪૭માં
ઉમરાળાના એક ધરતી પુત્ર કુટુંબમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
ઉમરાળામાં મેળવી ભાવનગરની સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીના વિષય સાથે સ્નાતક
થયા. રસના વિષય કેમેસ્ટ્રીએ જીવનની કેમેસ્ટ્રી ફેરવી નાખી. રૂ.૬૦ થી ૧૨૫ના
પગારમાં કેમિકલ ડ્રગ્ઝ બનાવતી ફેક્ટરીમાં પાંચેક વર્ષ સુધી નોકરી ધમરોળી,
કેમિકલનો ઉદ્યોગ શરૂ કરવાની ઘનિષ્ઠ તમન્ના, દ્રઢ મનોબળ અને કઠિન પુરુષાર્થ
સાથે હૈયામાં હામ રાખી નોકરીને તિલાંજલી આપી મિત્રો અને શુભેચ્છકોની સહાયથી
ભાગીદારીમાં કેમિકલ ઉત્પાદનનો ‘એલોઈડ કેમિકલ’ નામે ધંધો શરૂ કર્યો અને
સફળતાની પગથી ચડવાનું શરૂ કર્યું.
ટર્નિંગ પોઈન્ટ : ૧૯૭૮માં આગવી સંશોધન કળાથી ફાર્માગ્રેડનું
મેગ્નેશિયમ હાઈડ્રોકસાઈડની પ્રોસેસ ડેવલપ કરી ૧૯૮૦માં એલોઈડ કેમ.ની
ભાગીદારી છુટી કરી અને પાર ડ્રગ્ઝ નામે પોતાની ડ્રગ્ઝ કેમ. ફેક્ટરી શરૂ
કરી.

મહત્વનાં સૂચનો : ઉદ્યોગોને સસ્તા દરે ધિરાણ, આ ઉદ્યોગોનું બેઝિક
રો-મટિરિયલ સસ્તું મળે તે માટે સરકારે દરમિયાનગીરી કરી આ ઉદ્યોગને
રો-મટિરિયલ સપ્લાય કરતી નિરમા, જીએચસીએલ અને અન્ય કંપનીઓની મોનોપોલી બંધ
કરાવી-આયાતી માલ મેળવવાની સવલત આપવી જોઈએ. તારાપૂર રેલવે, ખાડીનો પુલ અને
ભાલમાં કેમિકલ ઝોન સત્વરે અમલમાં આવે તે જરૂરી જ નહીં હવે અનિવાર્ય છે.
મહત્વાકાંક્ષા : પોતે ઊભું કરેલ યુનિટ હાલ દસ કરોડની મૂડી ધારણ
કરેલું છે. આ ઉદ્યોગનો બહુવિધ વિકાસ સાધી ભવિષ્યમાં રૂ.૧૦૦૦ કરોડના મૂડી
રોકાણવાળો પબ્લિક લિમિટેડ ઉદ્યોગમાં પ્રસ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા છે.
No comments:
Post a Comment
Thank you.